બેન્ક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જમાં વધારો જાહેર કરેલો હતો, તે વધારો પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે. જમા-ઉપાડ રકમ ઉપર ચાર્જના ર્નિણયથી પ્રજામાં હોબાળો થતા આ ર્નિણય પાછો ખેંચ્યો હોવાની વિગતો સામે આવી છે. માસિક ત્રણથી વધુ જમા-ઉપાડ કરવા પછી દરેક વ્યવહાર ઉપર ચાર્જ લગાવતા અને કોરોનાને લઈ સર્વિસ ચાર્જ વધારવાનાં ર્નિણયથી વિરોધનો વંટોળ ઉડતા નિર્ણય પાછો ખેંચ્યો છે. બેન્ક ઓફ બરોડનાં સર્વિસ ચાર્જ વધારો પાછા ખેંચવાનાં ર્નિણય સાથે નાણામંત્રાલય દ્વારા તે પણ સ્પષ્ટતા આપવામાં આવી છે કે, હાલ અન્ય સરકારી બેંકો પણ કોઇ પણ પ્રકારનાં સર્વિસ ચાર્જમાં વધારે નહીં કરે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews