ગુજરાત સરકારની કિસાન સુર્યોદય યોજના હેઠળ ઉના તાલુકાના ગામોને વંચિત રખાતા રોષ

0

ગુજરાત સરકારે ખેડૂતોને દિવસ દરમ્યાન વિજ પાવર આપવા કિસાન સુર્યોદય યોજના અંતર્ગત લાભ આપવા જાહેરાત બાદ ઉના ડીવીજન હેઠળ આવતા કોડીનાર અને ગીરગઢડા તાલુકાના ગામોનો આ યોજના અંતર્ગત સમાવેશ કરાયો છે અને ઉના તાલુકાને પ્રથમ રાઉન્ડમાં આ યોજનાથી વંચિત રખાતા તાલુકાભરના ગામોમાંથી ભારે વિરોધ સાથે રોષ ઉઠી રહ્યો છે. ઉના તાલુકાના દરિયા કાંઠા વિસ્તારના સૈયદ રાજપરા, સીમર, દાંડી, માણેકપુર, ખત્રીવાડા, દેલવાડા, રામપરા, નાંદણ, માંડવી, રાજપુત રાજપરા, ઝંખરવાડા, વાંસોજ સુધીનો વિસ્તારમાં રેવન્યુ ખેતી ધરાવતા મોટા ભાગના નાના શ્રમિકો અભણ ખેડૂતોની ખેતી આવેલી છે હાલમાં પ્રથમ રાઉન્ડમાં ઉના પીજીવીસીએલ ડિવીઝન હેઠળ આવતા કોડીનાર અને ગીરગઢડાના ગામોને સમાવેશ કરી મેન્ટેનન્સ બાકી હોવા છતાં આ ગામોને લાભ અપાતા અને ઉના તાલુકાને આ યોજનાથી વંચિત રખાતા કાંઠાળ દરીયા વિસ્તારના બક્ષીપંચ જ્ઞાતિના સો ટકા શ્રમિક વર્ગના નાના ખેડૂતોમાં રોષ ફેલાયેલ છે. અને દેલવાડા ફિડર હેઠળ આવતા ૧૫થી વધુ ગામોના ખેડૂતોએ રોષ સાથે ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી દેલવાડા પીજીવીસીએલ ૬૬ કેવી હેઠળ આવતા દેલવાડા, નવાબંદર, ઝાંખરવાડા, રામપરા, નાંદણ, નાલીયા માંડવી, વાંસોજ સુધીના ગામોને તાત્કાલીક કિસાન સુર્યોદય યોજનામાં સમાવેશ કરવા હિરેનભાઇ બાંભણીયા તેમજ રામભાઇ રામ સહીત અગ્રણીઓએ સરકારમાં આ વિસ્તારની માહીતી તાત્કાલીક મોકલી ખેડૂતોને દિવસ દરમ્યાન વિજળી પુરવઠો મળે અને યોજનાનો લાભ ખેડૂતોને આપવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!