સોમનાથ મંદિર પરીસરમાં માં પાર્વતીનું મંદિર બનશે

પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં રૂા.૨૧ કરોડના ખર્ચે માં પાર્વતી માતાજીનું મંદિર આગામી દિવસોમાં નિર્માણ થનાર છે. સુરતના હિરાના ઉદ્યોગપતિ દ્વારા આ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હોવાથી તેઓ મુખ્ય દાતા રહેનાર હોવાનું જાણવા મળેલ છે. જગવિખ્યાત સોમનાથ યાત્રાધામમાં ભાવીકો માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો થનાર છે. સ્વ.કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં આગાઉ મળેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ પરીસરમાં ભવ્ય શક્તીપીઠ પાર્વતી માંના મંદિરનું નિર્માણ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ મંદિર સફેદ મારબલથી દરીયાની નજીક અને સોમનાથ મંદિરના પરીસર સંકુલમાં રૂા. ર૧ કરોડના ખર્ચે બનાવાશે. મંદિર માટે સુરત ખાતે વ્યવસાય કરતા હિરાના ઉદ્યોગપતિએ દાતા બનવવા સંકલ્પ લીધો છે. સોમનાથ હરી અને હરની ભૂમિ તરીકે ઓળખાય છે. ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન ક્રૃષ્ણ નીજધામ ગયા તે મંદિર છે. તાજેતરમાં ત્રિવેણી સંગમ નજીક ભવ્ય રામ મંદીર પણ બનેલ હોય ત્યારે માતાજીનું મંદીર ભવ્યતા પુર્ણ ન હોય તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીર પરીસરમાં ૬ થી ૭ હજાર મીટરમાં પાર્વતી માતાજીનું મંદિર નિર્માણ થનાર છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી.કે.લ્હેરી એ જણાવેલ કે, સુરત ખાતે હાલમાં હીરાના વેપારી ભીખુભાઇ ધામલીયાએ સંકલ્પ કરેલ છે. આ મંદિરના નિર્માણનો ખર્ચ આ દાતા તરફથી આપવામાં આવનાર હોય અને ટુંક સમયમાં મંદિરની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. સોમનાથના ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિર નજીક પૌરાણીક જુની પાર્વતી માતાજીની જગ્યા જે તે સ્થીતીમાં રાખી મંદિર સામે યજ્ઞશાળાની બાજુમાં જયાંથી ભાવીકો માટે એક્ઝીટ દરવાજો છે ત્યાં રૂા. ર૧ કરોડના ખર્ચથી સફેદ મારબલમાં ભવ્ય માતા પાર્વતીજીનું મંદિર નીર્માણ કરવા ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!