શીલ ગામે યંત્રો ઉપર જુગાર રમાડવા બાબતે ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ રૂા.૩૯પ૮૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.ચુડાસમા અને સ્ટાફે શીલ ગામે આવેલ મનુ ઉર્ફે નાનુ ભાયાભાઈ વાજાની દુકાનમાં દરોડો પાડતાં આ કામનાં આરોપી સંજયભાઈ નારણભાઈ નંદાણીયા રહે.જામખંભાળીયા તેમજ દિપેનભાઈ રાણીંગા રહે.જામખંભાળિયા પાતા ગામનાં લખમણભાઈ મેરામણભાઈને પગારદાર તરીકે રાખી એચ.એસ.માર્કેટીંગ પ્રાઈવેટ ઓનલાઈન યંત્રો વેચવાની ફ્રેન્ચાઈઝ મેળવી લેપટોપ – એલઈડી ટીવીના માધ્યમ દ્વારા ઓનલાઈન ધાર્મિક યંત્રોનો આંક ફેર નામનો પૈસાની હારજીતનો જુગાર ઉપરોકત સાત ઈસમો પાસે રમી – રમાડી યંત્રોના ચિત્રો ઉપર ૧૧ રૂપિયચા મુકાવી દર પંદર મિનીટે ડ્રો કરી વિજેતા આંકને રૂપિયા ૧૧ના બદલામાં ૧૦૦ રૂપિયા આપી નિયમો, શરતોનુસાર ચાંદીના સીકકા કે યંત્રો નહી આપી જુગાર રમી રમાડતા જુગારમાં ઉપયોગમાં લીધેલ મુદામાલ તથા રોકડા રૂપિયા મળી કુલ કિ.રૂા.૩૯,પ૮૦/- ના સાહિત્ય સાથે પકડાઈ જઈ નામદાર ગુજરાત હાઈકોર્ટના સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન રર૪૪/ ર૦૧૩ના જણાવેલ શરતોનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews