Sunday, January 24

વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા


પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે વેરાવળ ખાતે જી.એફ.સી.સી.એ.ની કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. મંત્રી પરષોત્તમભાઇ સોલંકી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જી.એફ.સી.સી.એ.ની નવી કચેરીનું ભૂમિ પૂજન કર્યા બાદ પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂા. ૬૬ લાખના ખર્ચે ભીડીયા ખાતે જી.એફ.સી.સી.એ.ની નવી બે માળની કચેરી બનાવવામાં આવશે. જેમાં જન સંપર્ક કાર્યાલય, ડિરેક્ટરની ઓફિસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, જી.એફ.સી.સી.એ.ના સેક્રેટરી નલીનભાઈ ઉપાધ્યાય, મેનેજર બી.ટી.જોધા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!