યાત્રાધામ દ્વારકા રેલવે સ્ટેશન ઉપર હવે જર્મન શેફર્ડ ડોગ માદક- વિસ્ફોટક પદાર્થ શુંઘી લેશે


યાત્રાધામ દ્વારકાના જગતમંદિર તેમજ દરિયાઇ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક રહી ચેકિંગ હાથ ધરતી હોય છે. રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હવે પોલીસ સાથે દ્વારકા રેલવે સ્ટેશન ઉપર જર્મન શેફર્ડ ડોગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને વિસ્ફોટક પદાર્થ તુરંત જ શોધી કાઢશે. દ્વારકા રેલવે સ્ટેશન ઉપર જે જર્મન ડોગ યાત્રિકોનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે તે ડોગને દક્ષિણ રેલ્વેના પોડાનુર ટ્રેનિંગ સેન્ટરમાં ૩૨ સપ્તાહ સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. જર્મન શેફર્ડ ડોગ ચેકિંગ દરમ્યાન માદક અને વિસ્ફોટક પદાર્થ અને તુરંત જ શોધી કાઢે છે જેની મદદ વડે પોલીસને પણ ચેકિંગમાં સરળતા રહેશે અને હાલ રાજકોટ રેલવે ડિવિઝન પાસે હોવાનું જાણવા મળે છે જે દ્વારકા રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ માટે ફાળવવામાં આવતા ડોગ વડે ચેકિંગ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!