જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા અને એસઓજી લગત કામગીરી કરવા સારૂ જૂનાગઢનાં પોલીસ ઈન્સ. એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એવી બાતમી મળી હતી કે કેશોદ તાલુકાના ગેલાણા ગામમાં મેઈન બજાર, કમાણી ફળીયા પાસે એક શખ્સ કોઈપણ પ્રકારની ડીગ્રી વગર પોતાની ઓળખ ડોકટર તરીકે આપી પ્રેકટીસ કરી દવાઓ આપે છે જે ચોકકસ બાતમીના આધારે રેઈડ કરતા સુરેશભાઈ પ્રભાશંકર ભટ્ટ (જાતે બ્રાહ્મણ ઉ.વ.પ૭) ધંધો- ડોકટરીકામ, રહે.ગેલાણા હાલ વેરાવળ રોડ, સંતકૃપા સોસાયટી, કેશોદ, જી.જૂનાગઢ) ને ઝડપી લીધેલ તેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી વગર પોતાની ઓળખ ડોકટર તરીકે આપી કુલ ૪૪ પ્રકારની અલગ- અલગ દવાઓ તેમજ સાધનો જેની કી.રૂા.૧૧,૭૧પ/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસને સોપી દેવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ એચ.આઈ. ભાટી તથા એએસઆઈ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઈ, સામતભાઈ બારીયા તથા પો.કો. અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઈ, મહેન્દ્રભાઈ દાનાભાઈ, પરેશભાઈ ચાવડા, રવિભાઈ ખેર, ભરતસિંહ સિંધવ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, ધર્મેશભાઈ વાઢેળ, રવિરાજ વાળા, બાબુભાઈ નાથાભાઈ, જયેશભાઈ બકોત્રા વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews