કોવિડની રસી ફેઝ-૩ની ટ્રાયલમાં ૯૦% અસરકારક : ફાઇઝર

ફાઈઝર અને બાયોએનટેક કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, અમે કોવિડ-૧૯ની રસી સંયુક્તપણે વિકસાવી છે, જે ફેઝ-૩ની ટ્રાયલમાં ૯૦ ટકા અસરકારક પૂરવાર થઇ છે. કોરોના વાયરસના કેસોમાં વૈશ્વિક રીતે ઝડપી ઉછાળો નોંધાઈ રહ્યો છે. એવા સમયે આ સમાચાર રાહત આપનાર છે. આ સમાચારો ફેલાતા જ યુરોપના શેર બજારોમાં અને તેલની કિંમતોમાં ઉછાળો નોંધાયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ પ્રથમ ડોઝ અપાયાના ૨૮ દિવસો પછી અને બીજાે ડોઝ અપાયા પછી સાત દિવસોમાં દર્દીઓમાં રક્ષણ જાેવા મળ્યું હતું. કોવિડ-૧૯ રસીની ટ્રાયલના ફેઝ-૩ના પરિણામો દ્વારા અમને કોવિડ-૧૯ને દૂર કરવાની ક્ષમતાના પ્રાથમિક પુરાવાઓ મળ્યા છે. ફાઈઝરના ચેરમેને જણાવ્યું હતું. એમણે કહ્ય્šં કે, અમે વિશ્વના લોકોને રસી આપવાની બાબતમાં નોંધપાત્ર રીતે નજીક છીએ, જે વૈશ્વિક મહામારીથી લોકો ત્રાસી ગયા છે અને એનું અંત લાવવા ઈચ્છે છે. અમે અમારા રસી વિકસાવવાના કાર્યક્રમમાં નોંધનીય સીમાચિન્હ ઉપર પહોંચી ગયા છીએ. જેની વિશ્વને તાત્કાલિક જરૂર છે. સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯નું સંક્રમણ નોંધનીય રીતે વધી રહ્ય્šં છે. હોસ્પિટલો અને આઈસીયુ એકમો ભરાઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્ય્šં છે. અમારી પુરવઠા ક્ષમતા બાબત જણાવીએ છીએ કે, અમે વિશ્વમાં ૨૦૨૦ના વર્ષમાં ૫૦ મિલિયન ડોઝ પુરા પાડી શકીશું અને ૨૦૨૧ના વર્ષમાં ૧.૩ બિલિયન ડોઝ પુરા પાડી શકીશું. અમેરિકાની બાયો ટેક ફર્મ મોડેર્ના, અમુક ચીનની લેબોરેટરીઓ અને એક યુરોપિયન કંપની પણ રસી વિકસાવવાની નજીક હોવાનું માનવામાં આવે છે. રશિયાની બે કંપનીઓની કોવિડ-૧૯ની રસીઓ મેડિકલ ટ્રાયલ પૂર્ણ થતા પહેલા નોંધાયેલ છે. પણ એ વ્યાપક રીતે રશિયા બહાર સ્વીકારાઈ નથી. નવી રસી મ્દ્ગ્‌ ૧૬૨હ્વ૨ની ફેઝ-૩ની ટ્રાયલ જુલાઈના અંતમાં શરૂ કરાઈ હતી અને એમાં ૪૩,૫૩૮ લોકોએ ભાગ લીધો હતો, એમાંથી ૯૦ ટકા લોકોએ ૮મી નવેમ્બર સુધી બીજાે ડોઝ લીધો હતો. ફાઈઝરે કહ્ય્šં છે કે, અંતિમ ડોઝના લીધે તેઓ બે મહિનાની સુરક્ષિત ડેટા ભેગું કરી રહ્યા છે, જે અમેરિકા સરકારની અનિવાર્યતા છે. એ પછી એનો ઉપયોગ કરી શકાશે. આ પરવાનગી અમને નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મળી જશે. અમે આગામી અઠવાડિયામાં રસીની ટ્રાયલમાં ભાગ લેનારાઓ પાસેથી વધુ ડેટા મેળવી રહ્યા છીએ. જેથી એની અસરકારકતાની ખાત્રી થાય. કથિત આરએનએ અથવા એમઆરએનએ રસીઓ વાયરલ સંક્રમણને રોકવા માટે નવું અભિગમ છે. અન્ય રસીઓની વિપરીત જેઓ શરીરમાં પ્રોટીનને ઓળખીને મારવાનું કાર્ય કરે છે. એના માટે એમઆરએનએ દર્દીની રોગ અવરોધક ક્ષમતા વધારે છે અને પોતાની મેળેજ વાયરલ પ્રોટીન બનાવે છે. પ્રોટીન નુકસાનકારક નથી પણ મજબૂત ઈમ્યુન સિસ્ટમને ઉશ્કેરવા પૂરતો છે. જે વ્યક્તિઓને અગાઉ સાર્સ–કોવ-૨નું સંક્રમણ પહેલા થઇ ચૂક્્યું છે. એમની ઉપર પણ ટ્રાયલ કરવામાં આવી રહી છે અને એ સાથે જેઓ ગંભીર કોવિડ-૧૯નો સામનો કરી ચૂક્યા છે એમની ઉપર પણ ટ્રાયલ ચાલી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!