ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા અગ્રણી માનસીંહ પરમારની નિયુકતી

ગુજરાત ભાજપ દ્વારા રાજયના તમામ જીલ્લાઓના સંગઠનના નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપે ગીર સોમનાથ જીલ્લામાં નવા પ્રયોગના ભાગરૂપે પરીવર્તનનો ર્નિણય કરી યુવા ચહેરાને જીલ્લા સંગઠનની કમાન સોંપવાનો ર્નિણય કર્યો છે. જેમાં વર્તમાન જીલ્લા પંચાયતના સદસ્ય અને જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે હોદો ધરાવતા યુવા અગ્રણી માનસીંહ પરમારની ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરી છે. આ વરણીના પગલે કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે માનસીંહ પરમારનું પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર સહિત પાર્ટીના આગેવાનો- ટેકેદારો દ્વારા મોઢા મીઠા કરાવી તેમને હારતોરા કરવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!