સોમનાથનાં ત્રિવેણી સંગમ ઘાટમાં સ્વ. કેશુબાપાની અસ્થિઓનું વિસર્જન કરાયું

પ્રભાસ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે દિવંગત સ્વ.કેશુભાઈ પટેલના અસ્થિઓનું ગઈકાલે પરીવારજનો દ્વારા શાસ્ત્રોકત વિધિથી વિસર્જન કરાયું હતું.
સોમનાથનાં સાંનિધ્યે આવેલ ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા ત્રિવેણઘાટ ઉપર ગઈકાલે સોમનાથ ટ્રસ્ટના અઘ્યક્ષ એવા પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અસ્થિઓનું દિકરી સોનલબેન તથા જમાઈ મયુરભાઈ સહીત પરીવારના ૫૦ જેટલા સભ્યો અને સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓની હાજરીમાં અસ્થિનું વિસર્જન કરાયું હતું. સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવ્યા બાદ નાવડીમાં ત્રિવેણી સંગમઘાટની મધ્યે નદીમાં સ્વ.કેશુભાઇ પટેલની અસ્થિઓનું પરીવારજનોએ વિસર્જન કર્યુ હતુ. આ તકે પરીવારજનોએ દિવંગત સ્વ.કેશુભાઈ પટેલના સોમનાથ સાથેના સંસ્મરણોને વાગોળી તેમના દિવ્ય આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, જીએમ વિજયસિંહ ચાવડા, સ્થાનિક સંતો, આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વ.કેશુભાઈને પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!