અગતરાય ગામે મારા વિરૂધ્ધ અરજી કેમ આપી છે એમ કહી આધેડ ઉપર હુમલો

કેશોદનાં અગતરાય ગામે મારા વિરૂધ્ધ અરજી કેમ આપી છે એમ કહીં બે મહિલા સહિત ચાર શખ્સોએ આધેડ ઉપર હુમલો કર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અગતરાય ગામે રહેતા ભનુભાઈ ખીમાભાઈ રાઠોડ પોતાના ઘરની બાજુમાંથી નિકળતાં મનસુખભાઈ ખીમાભાઈ રાઠોડે તેમને કહેલ કે મારા વિરૂધ્ધમાં અરજી આપી છે ત્યારે મનસુખભાઈએ કહેલ મેં આવી કોઈ અરજી આપી નથી. તેમ છતાં મનસુખભાઈ, સાગર મનસુખભાઈ રાઠોડ, મંજુબેન મનસુખભાઈ રાઠોડ, જુનુબેન મનસુખભાઈ રાઠોડે ગાળો આપી લાકડી, ઢીકાપાટુનો માર મારી પથ્થર મારી માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી એએસઆઈ ડી.જે. ગોહીલે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!