શીલ ગામે સગીરવયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાથી ચકચાર

માંગરોળનાં શીલ ગામે રહેતા એક પરિવારની સગીરવયની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાથી ચકચાર પ્રસરી છે. આ બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળનાં શીલ ગામે રહેતા એક પરિવારની સગીરવયની દીકરી ઉપર શીલમાં જ રહેતા કુલદીપ રામભાઈ ભરડાએ બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ દીવાસા ગામે રહેતા પ્રીતેશ જગદીશભાઈ ડાકીએ બાળકી સાથે જબ્બરજસ્તી કરી કપડા ફાડી નાંખી શારીરિક અડપલા કરી સંભોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસે આ બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ આર.પી. ચુડાસમા અને જૂનાગઢ એસસીએસટી સેલનાં નાયબ પોલીસ અધિકારી એચ.એસ. રત્નુએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!