કેશોદમાં આધેડને થપ્પડ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

કેશોદમાં રાધારમણ સોસાયટીમાં રહેતા જાદવભાઈ મનજીભાઈ મારૂની સાર્વજનીક જગ્યામાં ઉકરડો આવેલ હોય જે બાબતે શૈલેષભાઈએ બોલાચાલી કરી લાકડી વડે માર માર્યો હતો. જયારે કેયુરભાઈ શૈલેષભાઈએ ગાલ ઉપર થપ્પડ માર મારી ડાબા હાથનાં કાંડા ઉપર ઈજા પહોંચાડી આજ તો તું બચી ગયો હવે પછી ફરી પાછો હાથમાં આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપેલ તેમજ સાહેદ મંજુલાબેનને પણ ભુંડી ગાળો બોલી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી એએસઆઈ બી.એન. ગળચરે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!