જૂનાગઢમાં કાકા ફોન્સની ફ્રેન્ચાઈઝીનો શો -રૂમ ગ્રાહકોની પસંદગીનું સ્થાન બન્યો

0

જૂનાગઢમાં છેલ્લા ૨૦ વર્ષોથી મોબાઇલ ફોન તેમજ ઇલેક્ટ્રોનિક્સ આઈટમોમાં ટોચનું સ્થાન ધરાવતા તુલસી નોવેલ્ટીના સ્થાપક તુલશીભાઈ ઓતવાણીએ માર્કેટ ટ્રેન્ડને પારખીને મલ્ટી ફ્રેન્ચાઇઝી આઉટલેટના બહોળા વ્યવસાયમાં ઝંપલાવવાનું સાહસ વિચાર્યું. તેમના આ વિચારને વર્ષો જૂના મિત્રો પરાગભાઈ ફલીયા તેમજ કમલેશભાઈ હિરાણીએ ઉત્સાહભેર આવકારી અને સાથે મળીને સૌથી મોટી બિઝનેસ ફ્રેન્ચાઇઝી શરૂ કરવાનું નક્કી કર્યું. ૧લી ઓગસ્ટના રોજથી શરૂ થયેલા કાકા ફોન્સની ફ્રેન્ચાઇઝીના પ્રથમ શોરૂમ બાદ માત્ર બે માસના ટૂંકા ગાળામાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓના ૧૧ તાલુકા મથકોમાં કાકા ફોન્સના શોરૂમનો પ્રારંભ થઈ ચુકયાં છે.
અદમ્ય સાહસવૃત્તિ ધરાવતા આ ત્રણ મિત્રોની ધંધાકીય કોઠાસૂઝ અને આગળ વધવાની પ્રેરણાથી જૂનાગઢ સહિત બાંટવા, કેશોદ, વિસાવદર, મેંદરડા તેમજ વેરાવળ અને જામનગર શહેરોમાં શો રૂમ શરૂ કર્યા બાદ ટૂંકા ગાળામાં જ ૫૧ થી વધુ શોરૂમ શરૂ કરવાનું પ્રયોજન ધરાવે છે.કાકા ફોન્સની અદમ્ય સફળતાનું રહસ્ય જણાવતા તુલસીભાઈ ઓતવાણી જણાવે છે કે, અમારા પ્રત્યેક મોબાઈલ શોરૂમમાં તમામ કંપનીઓના મોબાઇલ ફોન્સ ઉપરાંત એલઈડી ટીવી, હોમ થિયેટર્સ ઉપરાંત અવનવી વેરાયટીઓ ગ્રાહકોનું મુખ્ય આકર્ષણ બન્યા છે. આગામી સમયમાં અમારા માનવંતા ગ્રાહકોને ઓનલાઇનનાં ભાવ ઓફલાઈન ઓફર કરવાથી માંડીને આકર્ષક સ્કીમ તેમજ ગ્રાહકલક્ષી સેવાઓનો હજુ વધારો કરવામાં આવશે અમને ચોક્કસપણે ખાત્રી છે કે ગ્રાહકોના સંતોષના વધારાની સાથે સાથે અમારા ફ્રેન્ચાઇઝી આઉટલેટ્‌સમાં પણ વધારો થતો રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!