તાજેતરમાં તહેવારોની સિઝન ચાલતી હોય, જુદી જુદી ગેંગો દ્વારા લોકોને છેતરી તેમજ ચોરી કરવાની પેરવીઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોલીસ તરીકેની ઓળખ આપી, પોલીસના સ્વાગમાં વાહન ચેકીંગના બહાને ચોરી કરવાની તેમજ દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ઈરાની ગેંગ પણ તહેવારોના સમયે સક્રિય બને છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી, આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપીંડી કરતી જુદી જુદી ગેંગના આરોપીઓ દ્વારા આચરવામાં આવતી મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર કરી, સાવચેતી રાખવા માટે સચેત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ, તાલુકા, જેવા શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, લોકોને માહિતગાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમ્યાન માઈકમાં જાહેરાત કરી, સાવચેત રહેવા માટે એંનાઉન્સ કરવામાં આવે છે…
ઈરાની ગેંગની મોડ્સ ઓપરેન્ડી
પોલીસ તરીકેની ઓળખ આપવાની, સિવિલ ડ્રેસ એટલેકે સાદા કપડામાં હોય છે, ટૂંકા વાળ હોય છે, મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને ટાર્ગેટ કરવાના, ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે, અહિયાથી નજીકમાં ખૂન અથવા લૂંટનો બનાવ બનેલ છે, તમારા ઘરેણાં કાઢી નાંખો, રૂમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રૂમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રૂમાલ વૃદ્ધ વ્યક્તિના થેલી થેલામાં મુકાવી દેવાના અને રફુ ચકકર થઈ જવાનું. સામાન્ય રીતે મોટર સાયકલ ઉપર આવે છે, ડબલ સવારીમાં હોય છે, ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોય છે.
ઈરાની ગેંગથી સાવચેત રહેવાના મુદ્દાઓ
પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો, આઈ કાર્ડ માંગવું, આઈકાર્ડ ના આપે તો, મોટર સાયકલનો નંબર લઈ લેવો, નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો, મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈની સાથે રહેવું, એકલા જતા હોય તો જરૂરિયાત પૂરતા સોનાના દાગીના પહેરવા હિતાવહ છે, કોઈપણ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો, પોલીસ દાગીના ઉતરાવતી નથી, જે બાબત દરેક વ્યક્તિઓને જણાવવી જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી. આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી, પોલીસને જાણ પણ કરી શકાય જેથી પોલીસ દ્વારા વ્યવસ્થિત વેરિફિકેશન કરી શકાય. અને એલર્ટ રહો અને શંકાસ્પદ હીલચાલની પોલીસને માહિતી આપો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews