કલ્યાણપુરના કેનેડી ગામેથી રૂપિયા સાડા ચાર કરોડની તોતિંગ ખનીજચોરી પ્રકાશમાં આવી

0

ખનીજ ચોરી માટે કુખ્યાત બનેલા કલ્યાણપુર તાલુકામાંથી વધુ એક ખનીજચોરી પ્રકાશમાં આવી છે. જેમાં હડમતિયા ગામના સંભવિત શખ્સ દ્વારા રૂપિયા સાડા ચાર કરોડની કિંમતના ૩૫ હજાર મેટ્રિક ટનથી વધુ કિંમતના બોકસાઈટની ચોરી કરવા સબબની ફરિયાદ ખાણ ખનીજ વિભાગ અધિકારી દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ અંગેની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાથી આશરે બાર કિલોમિટર દૂર કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની સીમમાં સ્થિત રેવન્યુ સર્વે નંબર ૫૯૦ પૈકીની સરકારી પડતર જગ્યામાંથી મોટા પાયે ખનિજ ચોરી થયાનું ખાણ ખનીજ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ ખનીજ સ્ટાફ દ્વારા કરાયેલા ચેકિંગ તથા માપણીમાં તા. ૫-૭-૨૦૧૯ બાદના સમયગાળાથી આ સરકારી પડતર જગ્યામાંથી ૩૫,૩૭૩ મેટ્રિક ટન બોકસાઈટ નામના ખનીજનું ખનન તથા વેંચાણ થયાનું ખુલવા પામ્યું છે. આથી રૂપિયા ચાર કરોડ પચાસ લાખ ચોવીસ હજાર ૦૭૫ની કિંમતના બોકસાઈટની આ ચોરી પ્રકરણમાં શકદાર તરીકે કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામના જેઠાભાઇ વજશીભાઇ વરૂ નામના શખ્સનું પણ નામ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે જિલ્લાના ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર ભૌતિકભાઈ જે. ડોડીયાની ફરિયાદ ઉપરથી આઈ.પી.સી. કલમ ૩૭૯ તથા એમ.એમ.ડી. એન્ડ આર. એક્ટ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઈનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણની આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!