રોપ-વેનાં ભાડા ઘટાડવા પ્રશ્ને આજે સર્વ પક્ષીય બેઠક : રણનીતિ ઘડાશે

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ખાતે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે કાર્યરત બન્યો છે. ત્યારે તેના ભાવોને લઈને લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ દરમ્યાન રોપ-વેનું ભાડુ ઘટાડવા મુદે આજે એક બેઠક યોજવામાં આવી રહી છે. અને તેમાં ભાવી રણનીતિ ઘડી કાઢવામાં આવે તેમ મનાય છે.
ગિરનાર રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ તેના ઉંચા ભાડાને લઈને લોકોમાં ભારે રોષ જાેવા મળી રહયો છે. આ મામલે તમામ પોતાના મંતવ્યો રજુ કરી સામાન્ય લોકો માટે પરવડે તેવા ભાવ રાખવા જણાવ્યું હતું. જાેકે, તેમ છતાં ઘમંડી ઉષા બ્રેકો કંપની ભાવ ઘટાડવા મુદ્દે ટસથી મસ થઈ નથી. ઉલ્ટાનું ૧૪ નવેમ્બર પછી તો જીએસટી પણ વસુલવાના હોય રોપ-વેની ટિકીટના ભાવ વધુ ઉંચા જશે. ત્યારે હવે નગારે ઘા કરવા માટેનું આયોજન થઈ રહયું છે. આ મામલે આજે ગુરૂવાર ૧ર નવેમ્બરના સાંજના ૪ વાગ્યે એક બેઠક કરવામાં આવશે. શહેરના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળનારી આ બેઠકમાં શહેરના પ્રથમ નાગરીક એવા મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, તમામ સમાજના આગેવાનો, તમામ સામાજીક, શૈક્ષણિક, તબીબી તેમજ કાયદાકીય સંસ્થાના અગ્રણીઓ, શહેરના પ્રબુધ્ધ નાગરીકો તેમજ સંતગણની પણ ઉપસ્થિતિ રહેશે. આ તકે જાે ઉષા બ્રેકો કંપની રોપ-વે નું ભાડું ન ઘટાડે તો જન આંદોલન કરવાની તૈયારી માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!