કેશોદમાંથી સંભાજી બીડીનો ડુપ્લીકેટ જથ્થો ઝડપાયો

વેરાવળ ખાતે રહેતા હિતેન્દ્રભાઈ બાલકિશન જેઠવા (ઉ.વ.૩પ)એ અરબાઝ રજાકભાઈ મહીડા (ઉ.વ.ર૦) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી અરબાઝ મહીડા રાજકમલ બીડીની કંપનીને નુકશાન કરવાના ઈરાદે અને પોતાનો કોઈ અધિકાર ન હોવા છતા રાજકમલ કંપનીના ટ્રેડમાર્ક તથા સ્ટીકરવાળી સંભાજી બીડીનો ડુપ્લીકેટ જથ્થો કુલ ૩ર પેકેટ (બાંધા) જે કુલ રાજકમલની ડુપ્લીકેટ બીડી કુલ ૧૬,૦૦૦ હોય જેની કિ.રૂા.૯,૭૬૦નો ગેરકાયદેસર જથ્થો આરોપી મુકેશ મો.નં.૯૪રપ૪ ૧ર૪૩૭ પાસેથી લાવી વેંચાણ કરી ઉપરોકત બંને ઈસમોએ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવતા આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના હે.કો. પી.એમ. બાબરીયા તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!