વાલ્મીકિ સમાજનાં કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરી દિવાળીની ભેટ આપતી જૂનાગઢ મનપા

જૂનાગઢ મહાનગરપાલિકા સામે નોકરીમાં સ્થાપિત થવા માટે લડત કરી રહેલા વાલ્મીકી સમાજનાં કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરવા માટે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિ દ્વારા ગત બેઠકમાં ઠરાવ થયેલ હતો તે અન્વયે જૂનાગઢ મ્યુ.કોર્પો.ના મેયર ધીરૂભાઈ ગોહેલ, ભાજપ શહેર પ્રમુખ પુનીતભાઇ શર્મા, ડે.મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, કમિશ્નર તુષાર સુમેરા, નાયબ કમિશ્નર શ્રી લીખિયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોલિયા, દંડક ધરમણભાઇ ડાંગર, ગીતાબેન એમ. પરમાર, આસી.કમિશ્નર શ્રી વાજા, સેક્રેટરી-હેલ્થ ઓફિસર શ્રી ટોલિયા, મોહનભાઈ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં કુલ ૨૭ કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરવાના ઓર્ડર સુપ્રત કરવામાં આવેલ હતા તેમ જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિના અમિત પી. માળીની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!