રામ મંદિર બાબતે વિવાદીત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ માટે જૂનાગઢમાં પ્રવેશબંધી

રામ મંદિર બાબતે વિવાદિત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જયાં સુધી હાર્દિક ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામમંદિરે આવીને માફી નહી માંગે ત્યાં સુધી તેને જૂનાગઢમાં પ્રવેશબંધી કરવાની જાહેરાત કરી છે. જૂનાગઢ વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં એક રાજકીય મંચ ઉપર હાર્દિક પટેલે રામ મંદિર બાબતે એક વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી જે રામના નથી તે સનાતન ધર્મના નથી જેથી જયાં સુધી હાર્દિક કરોડો હિંદુઓની માફી નહીં માંગે ત્યાં સુધી જૂનાગઢમાં તેની પ્રવેશબંધીની માંગ કરી છે. તેમજ આ તકે એવી પણ માંગણી કરી છે કે, જયારે પણ હાર્દિક જૂનાગઢમાં આવે ત્યારે પહેલા ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામજી મંદિરે દર્શન કરીને માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!