સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શનનાં દ્વાર ખુલ્યા, ભાવિકોની ચહલ-પહલ

0

 

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજ વહેલી સવારથી જ ભાવિકો માટે દર્શન ખુલ્યા છે. કોરોનાને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સહીતનાં નિયમોનું પાલન કરાવવામાં આવી રહયું છે. દાણાપીઠ વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી માતાજીના દર્શને દરરોજ આવવા વાળા હજારો ભાવિકો માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે તેમજ તહેવારોના દિવસોમાં પણ દુર દુરથી ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. આજે ધનતેરસના પ્રસંગે પણ સવારથી જ ભકતજનો ઉમટી પડયા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજ તા. ૧૩ નવેમ્બર ધનતેરસથી લઈને ૧૬ નવેમ્બર નવા વર્ષ સુધી ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે.દર્શનનો સમય પ.૩૦ થી બપોરે ૧ર.૩૦નો રહેશે જયારે સાંજના પ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. દરમ્યાન ૧પ નવેમ્બર, રવિવારે અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શનનો સમય સાંજના પ થી રાત્રીના ૧૦ સુધીનો રહેશે. જાે કે કોરોનાની ગાઈડલાઈનને લઈ અન્નકોટના પ્રસાદનું વિતરણ બંધ રાખવામાં આવેલ છે. જયારે ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના આધેડ અને ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકોએ મંદિરે દર્શન માટે ન આવવું. અન્ય આવનાર ભક્તોએ પણ માસ્ક પહેરવું, સેનેટાઈઝેશન કરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું
રહેશે.  ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મંદિર પરીસર અને આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!