વ્યારા તાલુકાનાં ચિખલવાવ ગામે ગામીત ફળીયામાં રહેતી સ્મીતાબેન હરીશભાઈ ગામીત અને વ્યારા તાલુકાનાં સરકુવા ગામે રહેતી રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત થોડા મહીના પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતાં. તેમની પસંદગી સુરત શહેર માટે થઈ હતી. આ બંને પોલીસ કર્મીઓની તાપી જીલ્લામાં ઈ-ગુજકોપની ટ્રેનીંગ માટે કાકરાપાર પોસ્ટ ઉપર કામગીરી કરતાં હતાં. ગઈકાલે સ્મીતા ગામીત અને રીતીકા ગામીત એકટીવા મોટર સાયકલ નં. જીજે-ર૬-એલ ૮૯૧૪ લઈ ઘરેથી નીકળી હતી. ગુજકોપની ટ્રેનીંગ માટે કાકરાપાર પોસ્ટ ટ્રેનીંગ માટે જવા નીકળ્યા હતાં. તે દરમ્યાન વ્યારા કાકરાપાર રોડ ઉપર ચાંપાવાડી ગામની સીમમાં પસાર થઈ રહયા હતાં ત્યારે ઉંચામાળાથી આવતી પીકઅપ વાન નં. જીજે-ર૬-ટી ૧૮૯૪નાં ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી મહીલા પોલીસ કર્મીની એકટીવા સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં સ્મીતાબેન હરીશભાઈ ગામીત (ઉ.વ. ર૭)ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર માટે વ્યારા હોસ્પીટલમાં લઈ જવાયા હતાં. જયાં ફરજ ઉપરનાં ડોકટરે મૃત જાહેર કર્યા હતાં. એકટીવા મોટર સાયકલ પાછળ બેઠેલા રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીતને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતાં પ્રાથમિક સારવાર વ્યારા બાદ સુરત ખાતે લઈ જવાયા હતાં.
અત્રે નોંધનીય છે કે સ્મીતાબેન ગામીતીએ જૂનાગઢ પીટીસી ખાતે પણ તાલીમ લીધી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews