જૂનાગઢ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ પુનિત શર્માનો શપથવિધી સમારોહ યોજાયો : અભિનંદનની વર્ષા

0

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે તાજેતરમાં નિમણુંક પામેલા પુનિત શર્માનો શપથવિધીનો કાર્યક્રમ આજે સાદાઈપૂર્વક સોશ્યલ ડીસ્ટન્ટનાં પાલન વચ્ચે કૃષિ યુનિવર્સિટીનાં ઓડીટોરીયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. નવનિયુકત પ્રમુખને ઉપસ્થિત મહાનુભાવોને અભિનંદન સાથ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ગુજરાતનાં વિવિધ શહેરો અને જીલ્લાનાં ભારતીય જનતા પાર્ટીનાં પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજનાં યુવા નેતા અને અગ્રણી તેમજ કોર્પોરેશનનો વિશાળ અનુભવ ધરાવતા તેમજ સંગઠનના માહેર એવા પુનિત શર્માની વરણી થતા તેને વ્યાપક આવકાર આપવામાં આવ્યો છે. દરમ્યાન આજરોજ કૃષિ યુનિવર્સિટી ખાતેનાં ઓડિટોરીયમ હોલ ખાતે જૂનાગઢ શહેર ભાજપનાં આગેવાનો, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વરીષ્ઠો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એક શપથવિધી સમારોહ યોજવામાં આવેલ છે. સાદાઈથી પરંતુ સરકારશ્રીની ગાઈડ લાઈનનું પુરેપુરૂ ધ્યાન રાખી અને આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની ફરજ અદા કરનારા શ્રી શશીકાંતભા ભીમાણીએ આજે શહેર ભાજપનાં નવનિયુકત પ્રમુખ પુનિત શર્માને વિધીવત ચાર્જની સોંપણી કરી છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પુનિત શર્માને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!