કેશોદનો ચોરીનો અનડીટેકટ ગુનો ઉકેલતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

કેશોદનાં ઉતાવળી નદીનાં કાંઠા વિસ્તારમાં આવેલ અશોક ભનુભાઈ ડાભીનાં રહેણાંક મકાનમાં દિવાળીના તહેવારોમાં બહારગામ ગયેલ બંધ મકાનમાંથી રોકડા રૂા. ર.૦ર લાખ, જીતેષભાઈ ભીખાભાઈ પરમારનાં મકાનમાંથી રોકડ રૂા. ર.૩૭ લાખની ચોરી થયાની ફરીયાદ પોલીસમાં નોંધાતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ ડી.એમ. જલુ, વિક્રમભાઈ ચાવડા, સાહીલભાઈ શમા, જયદીપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી, નિકુલ પટેલ, કરશનભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા સહીતનાં સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન સ્થળનાં સીસીટીવી કેમેરા ચેક કરતાં હુસેનશા ઉર્ફે હુસલાનાં કબ્જામાંથી મોબાઈલ ફોન-૧, રોકડ રૂા. ૪પ હજાર તથા સિકંદરશા ઉર્ફે સિકલાનાં કબ્જામાંથી મોબાઈલ-૧ તથા રોકડા રૂા. ૭૦,૬૦૦ મળી કુલ રૂા. ૧,૧પ,૬૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!