આગામી શનિવારે લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પ્રાતઃ સ્મરણીય પૂજય જલારામ બાપાની જન્મ જયંતિ હોય લોહાણા સમાજમાં અદકેરો આનંદ છવાયો છે. દર વર્ષે વિવિધ કાર્યક્રમો દ્વારા પૂજય જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાનાં કાળને લઈ સાદાઈથી ઉજવણીનાં કાર્યક્રમ થશે. જલારામ ભકિતધામ ખાતે પણ શિસ્ત બધ્ધ રીતે અને સાદાઈથી જલારામ જયંતિ ઉજવવામાં આવશે એમ મેનેજીંગ ટ્રસ્ટી પ્રોફેસર પી.બી. ઉનડકટે જણાવ્યું છે. બાયપાસ ઝાંઝરડા ચોકડી સ્થિત જલારામ મંદિરે દર વર્ષે ભવ્યાતિભવ્ય રીતે જલારામ જયંતિની ઉજવણી થાય છે. પણ ચાલુ વર્ષ તા.ર૧-૧૧-ર૦ર૦ શનિવારનાં રોજ સાંપ્રત સમસ્યાને અનુરૂપ સાદાઈથી ઉજવણી કરવાનું નકકી થયું છે. સમગ્ર લોહાણા નાત અને જલારામ ભકતો માટેનું સમુહ ભોજન, વિવિધ ધાર્મિક સેવાલક્ષી અને સ્પર્ધાના કાર્યક્રમો તેમજ રાત્રીનો સ્ટેજ પ્રોગ્રામ બંધ રહેશે. મંગલા, રાજભોગ અને સંધ્યા આરતી તેમજ અન્નકુટ દર્શન થશે. સવારનાં ૭ થી રાત્રીના ૧૦ (બપોરના ૧ થી ૩ સિવાય) સુધી મંદિર ખુલ્લું રહેશે. ભકતજનોને માસ્ક પહેરી, પાસ લઈ, ક્રમબધ્ધ, ડિસ્ટન્સ જાળવી સરકારી ગાઈડ લાઈનનું સંપુર્ણ પાલન કરી શિસ્ત જાળવવા અપીલ કરવામાં આવી છે તેમ મેનેજીંગ ટ્રસ્ટી પ્રો.પી.બી. ઉનડકટ દ્વારા જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews