જૂનાગઢ : કોઈને કહ્યા વગર નાસી છૂટેલા સગીર વયના સંતાનોનું પોલીસે પરિવારજનો સાથે મિલન કરાવ્યું

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દરમ્યાન મધુરમ વિસ્તારમાં રહેતા અરજદાર દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી, પોતાની ૧૩ વર્ષની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોઈ, તપાસ કરતા મળી નહીં હોવાનું જણાવતા,
સી ડિવિઝન પીએસઆઇ કે.એસ.ડાંગર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર અને સ્ટાફના મેહુલભાઈ, ભગવાનજીભાઈ, નારણભાઇ, ચેતનસિંહ વિગેરેની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, ગુમ થયેલ ૧૩ વર્ષીય બાળકી એક સગીર છોકરા સાથે રીક્ષામાં બેસતા નજરે પડેલ હતી જેના આધારે રિક્ષા ચાલક અને રિક્ષા શોધી કાઢતા, રીક્ષા ચાલક બસ સ્ટેન્ડ મુકવા ગયેલ હોવાનું જણાવેલ હતું તેના આધારે મોડી રાત્રી સુધી તપાસ કરતા, ૧૩ વર્ષીય છોકરી તથા ૧૫ વર્ષનો છોકરો ભવનાથ વિસ્તારમાંથી મળી આવેલ હતા. બંનેની પૂછપરછ કરવામાં આવતા બંને એકબીજા સાથે સોશ્યલ મીડિયા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા હતા અને પ્રેમ સંબંધ બંધાતા દિવાળીનો તહેવાર હોઈ, ઇન્સ્ટાગ્રામમા મેસેજ કરી, ઘરેથી કોઈને કહ્યા વગર ફરવા નીકળી ગયા હોવાની કબૂલાત કરતા, પોલીસ તથા બંને સગીરના પરિવારજનો ચોંકી ઉઠયા હતા. બંને સગીરની ઉંમર અને નાદાનીયતના કારણે બંનેના પરિવારજનોએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બંને સગીર છોકરા-છોકરીના પરિવારજનો દ્વારા ગુમ થયેલા બંનેને શોધવા માટે પોલીસ તથા પરિવારજનો દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીના કારણે પોતાના નાદાન સંતાનો ગણતરીના કલાકોમાં મળી આવતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સંતાનોનું પોલીસે પરિવારજનો સાથે મિલન કરાવતાં સી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા પણ બંને પરિવારના સભ્યોને પોતાના સંતાનોનું ધ્યાન રાખવા તથા નાદાનીમાં કોઈ ગુન્હો ન કરી બેસે એ બાબતનું ધ્યાન રાખવા પણ સલાહ આપવામાં આવી હતી. જૂનાગઢ પોલીસની ત્વરિત કાર્યવાહી દ્વારા મળી આવેલ સગીર વયના છોકરા, છોકરીનો આ કિસ્સો સાંપ્રત સમયમાં ટીન એજરો દ્વારા કરવામાં આવતા સોશ્યલ મીડિયાના દુરૂપયોગ આજનાં સમયમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો હોઈ, લોકોએ ચેતવાની જરૂર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!