જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કામગીરી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અવાર નવાર કરવામાં આવે છે. જેનાથી જૂનાગઢ પોલીસની છાપ પ્રજાના મિત્ર તરીકેની ઉપસેલ છે. તાજેતરમાં દિવાળીનો તહેવાર દરમ્યાન વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલને એક અજાણ્યા મોબાઈલ નંબર ૯૭૨૪૬ ૯૩૨૦૯ ઉપરથી એક લાગણી સભર મેસેજ આવ્યો કે, ‘સર, આપશ્રી મારા ગુરૂ સમાન છો, આપની સાથે એક કલાકની મિટિંગની અંદર મારી લાઈફ સેટલ થઈ ગઈ છે. આપશ્રી જ્યારે સુઇ ગામ હતા ત્યારે હું શરાબનો ધંધો કરતો હતો, ત્યારે આપ દ્વારા મને અને મારા પપ્પાને પોલીસ સ્ટેશન બોલાવી, સારૂં અને સાચું માર્ગદર્શન આપી, આ ધંધાની લાઇન ચેન્જ કરવા અને કેરિયર તરફ ધ્યાન દોરવાનું કહેલું. તે વાતને મેં મારી લાઈફમાં સિરિયસ લીધી અને હું એક શરીફ જિંદગી જીવવા લાગ્યો છું, હું અત્યારે એક્સીસ બેંકમાં બ્રાન્ચ ઓફિસર છું, લાસ્ટ બે વર્ષથી અને માર્ચ ૨૦૨૧માં મારૂં મેનેજરનું પ્રમોશન ડયું થયું છે’ વધુમાં મેસેજ કરીને જાણ કરેલ કે, ‘ખરેખર આપ જેવા ૧૦૦ માંથી ૨૦ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોવા મળે છે, હું આપને ઘણા ટાઇમથી વાત કરવાનું વિચારી રહ્યો હતો, પણ હું કઈંક બનીને આપને જણાવા માંગતો હતો. .. પોલીસની એકઝામ પણ આપી હતી, તેમાં માત્ર ૩ માર્ક્સ માટે રહી ગયો.’ આ પ્રકારે મેસેજ કરીને પીઆઇ એન.આર.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એન.આર.પટેલએ મેસેજ વાંચ્યા બાદ તરતજ ભૂતકાળ યાદ આવી ગયો. સને ૨૦૧૪-૧૫ ની સલમાં પીઆઇ પટેલ બનાસકાંઠા જિલ્લાના સુઇ ગામ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા ત્યારે આશરે ૨૦ વર્ષના યુવાનને સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પકડી પાડેલ હતો. આ યુવાન કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો અને રાજસ્થાન બોર્ડર નજીકમાં હોઈ, જલ્દીથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવી, બીજા યુવાનોની માફક દારૂની હેરફેરીનો રસ્તો અપનાવેલ હતો. પીઆઇ પટેલ દ્વારા પકડાયેલ યુવાનની ઉંમર અને અભ્યાસ જોતા, તેના પિતાને બોલાવી, બાપ-દીકરાને આ શોર્ટ કટથી રૂપિયા કમાવવાનું એક બાજુ રહેશે અને યુવાન છોકરો ગુન્હેગાર બની જશે. ગુન્હાખોરી કરીને ગમે તેટલા રૂપિયા કમાઓ, સમાજમાં તેની કોઈ ઈજ્જત નથી. યુવાન અભ્યાસ કરતો હોઈ, અભ્યાસ કરી, ભણી ગણીને નોકરી મેળવી, ઈજ્જતની જિંદગી જીવવા સલાહ આપેલ હતી. પીઆઇ એન.આર. પટેલની લાગણીસભર સંવેદનશીલ સલાહ યુવાનને હૃદય સોંસરવી ઉતરી ગયેલ હતી. યુવાને પોતે કોઈ દિવસ ગુન્હો નહીં કરવા અને અભ્યાસ કરીને આગળ વધવા ર્નિણય લીધો હતો. બાદમાં ભણવામાં મહેનત કરીને પોતે એક સારી નામાંકિત બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેને સિનિયર મેનેજરનું પ્રમોશન પણ ડયું છે. પોતે પોલીસ ઓફિસરની સલાહ આધારે ભણીને કંઈક બની અને સંપર્ક કરશે, એવો ર્નિણય કરેલ હોઈ, હાલમાં નામાંકિત બેંકમાં બ્રાન્ચ મેનેજર હોઈ, પોતે સમાજમાં ઈજ્જતની જિંદગી જીવતો હોઈ, દિવાળીના તહેવારોમાં મોબાઈલથી સંપર્ક કરેલ હતો. આ યુવાને પોલીસ ઓફિસરની પરિક્ષા આપેલ હતી. પણ ૦૩ માર્ક માટે રહી ગયો હતો. હજુ યુવાન પોલીસની ટિપ્સ આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો આપે જ છે અને પોતે પીઆઇ પટેલને ગુરૂ માનતો હોવાનો એકરાર કરીને પોતે હજુ આગળ વધશે, તેવી પણ મેસેજથી જાણ કરેલ હતી. પીઆઇ પટેલ દ્વારા પણ યુવાનને અભિનંદન આપી, સારી ભાવનાથી કરવામાં આવેલ સંકલ્પમાં માણસ હંમેશા સફળ થતો હોવાનું જણાવી, ખૂબ જ મહેનત કરવા જણાવી, વધુ સફળતા મળવા માટે શુભેચ્છઓ પણ આપેલ હતી.
આમ, ઘણીવાર માણસને પોલીસની સાચી સંવેદનશિલ સલાહ હૃદયમાં ઉતરી જાય તો, માણસ ગુન્હાખોરી છોડી, સારો માણસ બની જાય છે અને માણસનું જીવન પરિવર્તન થઈ જાય છે, તેવો આ કિસ્સો પોલીસની હકારાત્મક કામગીરીનો નમૂનો છે, જે પોલીસ પ્રજાનો ખરેખર મિત્ર છે, એ સૂત્રને ઉજાગર કરવા માટે ઉદાહરણરૂપ સાબિત થયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews