વેરાવળ-તિરૂવંન્તપુરમ સાપ્તાહિક વિશેષ ટ્રેન ડિસેમ્બર માસ માટે રદ કરવામાં આવી

રેલ તંત્ર દ્વારા ડીસેમ્બર મહિનામાં વેરાવળ સ્ટેશન ઉપર પીટલાઇનના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે. જેથી વેરાવળથી ઉપડતી વેરાવળ-તિરૂવનંતપુરમ સાપ્તાહિક વિશેષ ટ્રેન (૦૬૩૩૩) ડીસેમ્બર માસની તા. ૧૦, ૧૭, ૨૪ અને ૩૧ના રોજ રદ કરવામાં આવી છે. તેવી જ રીતે તિરૂવંન્તપુરમ-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન (૦૬૩૩૪) પણ તા.૭, ૧૪, ૨૧ અને ૨૮ ડીસેમ્બરના રોજ રદ કરવામાં આવી હોવાનું રેલ અધિકારી વી.કે. ટેલરે એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!