જૂનાગઢમાં માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી રૂા.૧.૧૮ લાખનો દંડ વસુલાયો

કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માસ્ક ન પહેરનાર સામે રૂા.૧.૧૮ લાખનો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના મહામારીને લઈ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ માસ્ક ન પહેરનાર તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના અપાઈ છે. ત્યારે રેન્જ ડીઆઈજીફ મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહયું છે. ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રોબેશ્નલ આઈપીએસ વિશાખા ડબરાલ, એ-ડિવીઝન પીઆઈ આર.જી. ચૌધરી, બી-ડિવીઝન પીઆઈ આર.બી. સોલંકી, સી-ડિવીઝન પીએસઆઈ કે.એસ. ડાંગર, પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફ દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. દરમ્યાન માસ્ક વગર ફરતા ૧૧૮ લોકોને પકડી પાડી તેમની પાસેથી ૧,૧૮,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જયારે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૯ લોકોની ધરપકડ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!