ગીર સોમનાથ જીલ્લામાં વિદેશી દારૂનું મસમોટું નેટવર્ક ચાલતુ હોવાની ચર્ચા

0

જાણકારોના મતે ગીર સોમનાથ જીલ્લામાં બેફામ વિદેશી દારૂનું વેચાણ થાય છે જેમાં વ્યવસ્થિત નેટવર્ક સાથે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. સંઘ પ્રદેશ દિવના નામે વિદેશી દારૂનો જથ્થો મોટા ટ્રક મારફતે આવે છે. જેમાં આ જથ્થો દિવના બદલે જીલ્લાના કોડીનાર, નવાબંદર વિસ્તારમાં કટિંગ થઇ વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના સહિતના શહેરોમાં સપ્લાય થવાની ચર્ચાએ ચાલી રહી છે. આ આખા નેટવર્કથી સ્થાનીક પોલીસ અજાણ નથી પરંતુ પ્રસાદીના પાપે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. હાલ જે બુટલેગરનું નામ ખુલ્યું છે તે મુસ્તાક બાઠુંનું થોડા દિવસો પહેલા જ વિદેશી દારૂમાં નામ ખુલ્યું હતું. આ ઉપરાંત જેક નામનો બુટલેગર પણ ભાગીદારીમાં સક્રિય છે. લાખોના સેક્શન સાથે બંન્ને બુટલેગરોને વિદેશી દારૂ ઠાલવવા બંધબારણે રજા અપાઈ હોવાની ચર્ચાઓ થઇ રહી છે. ખારવવાડ વિસ્તારમાં હાલ લગ્નસરાની સીઝન શરૂ થઈ છે અને મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ડિમાન્ડ વધતી હોવાથી બે નામચીન બુટલેગરોએ ૨૫૦ પેટી દારૂની સપ્લાય કરી હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા બાદ જીલ્લામાં પ્રસાદીના પાપે જવાબદાર પોલીસ તંત્રના જ ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ વહીવટદારની ભુંડી ભુમિકા ભજવી રાજ્ય ગૃહ વિભાગના કાયદા અને કડક આદેશોને પણ ધોળી ને પી ગયા હોય તેવો તાલ જાેવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!