ખેડૂતોના સમર્થનમાં ૮ મી ડિસેમ્બરે ગુજરાતના તમામ હાઇવે બંધ કરો : કોંગી અગ્રણીઓનું આહવાન

ખેડૂતોએ આગામી ૮ ડિસેમ્બરને મંગળવારે ખેડૂતોના સમર્થનમાં ભારત બંધ’નું એલાન આપ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ આ બંધના એલાનને ટેકો જાહેર કરી ખેડૂતોને અપીલ કરી છે કે આંદોલનને તેના પરિણામ સુધી પહોંચાડવાનો છે. કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, છાયડામાં બેસીને આંદોલન ન થાય. પોલીસ પકડી જાય અને ઞઝુમતા રહીએ તો જ આંદોલન કહેવાય. પોતાના પરિવાર સાથે જેઓ રોડ ઉપર બેસે તે જ સરકારને ઝુકાવી શકે છે. દસાડા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે, સરકારના આ ત્રણ કાળા કાયદાથી ખેડૂતોને ખુબ જ નુકસાન થશે. માટે ખેડૂતોના હિતમાં ૮મી ડિસેમ્બરે ભારત બંધમાં રાજ્યના તમામ હાઇવે બંધ કરો. ગુજરાતનું આંદોલન અંજામ સુધી પહોંચાડવાનું છે.હું મારા વિસ્તારના હાઈવે બંધ કરીશ અને રાજસ્થાન-ગુજરાત હાઈવે બંધ રહેશે. આ દરમ્યાન તેમણે કોંગ્રેસના કાર્યકરો ચક્કાજામ કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે એલાન કર્યું છે કે,મારા વિસ્તારનો રાજસ્થાન અને ગુજરાતને જાેડતો હાઇવે હું બંધ કરીશ. ખેડૂત આંદોલનના અગ્રણીઓએ ભારત બંધના કરેલા એલનમાં હું યોગદાન આપીશ. ૮મી ડિસેમ્બરે અમે રોડ-રસ્તા બંધ કરીશું અને આ દરમ્યાન રોડ ઉપરથી એક વાહન પણ પસાર નહીં થવા દઈએ”.ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, પૂર્વ પ્રમુખો અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની ગાઈડ લાઈનના કારણે પોલીસ દ્વારા ૫૦ જેટલા લોકોને જ ભેગા કરવા મંજૂરી આપવામાં આવી હોવાથી પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!