જૂનાગઢનાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો

 

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચને મળેલ ચોકકસ બાતમીનાં આધારે જૂનાગઢ જીલ્લાનાં વંથલી, કેશોદ, માણાવદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહીબીશન હેઠળના ગુનામાં નાસતો ફરતો આરોપી સમીર ઉર્ફે સમુ ડોસાભાઈ કોડીયાર (રહે. ગાંધીગ્રામ, જૂનાગઢ)ને સુરતનાં કામરેજ વિસ્તારમાંથી ઝડપી લીધેલ છે.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, વિક્રમભાઈ કાનાભાઈ, ભરતભાઈ કાળાભાઈ, સાહિલભાઈ સમા, દિવ્યેશકુમાર ડાભી, જયદીપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી, જગદીશભાઈ ભાટુ વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!