વેરાવળના કુખ્યાત વિસ્તારમાંથી ગાંધીનગરની ડીજી વીજીલન્સની ટીમે ૨૭૫ બોટલ વિદેશી દારૂ પકડી પાડયો

0

 

ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ વડા ગત તા.૨૧ નવેમ્બરના રોજ કોરોન્ટોઇન થયા બાદ જીલ્લા મથકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઠલવાયાની છડેચોક ચર્ચાઓ થઇ રહી હોવાની સાથે તે અંગેના અખબારી અહેવાલ પણ પ્રકાશિત થયા હતા. જેને સમર્થન મળ્યુ હોય તેમ ગતરાત્રીના ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલ (વિજિલન્સ)ની ટીમના પીએસઆઈ આર.જી. મહેતા, સંગ્રામસિંહ ગોહિલ, રાણાભાઇ કુસંગિયા, મોહનભાઇ, વિપુલ મોરી સહિતના સ્ટાફે સ્થાનિક પોલીસ અને એલસીબીને અંધારામાં રાખી વેરાવળના કુખ્યાત ખારવાવાડ વિસ્તારમાં બે સ્થળોએ દરોડા પાડી ૨૭૫ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. દરોડા દરમ્યાન બે મહિલા બુટલેગર નાસી ગયેલ હતી. જાે કે, આ વિદેશી દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર મુસ્તાક બાઠુંએ ઠાલવ્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે. આ અંગે વીજીલીન્સની ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી નાસી ગયેલ અને વિદેશી દારૂ ઠાલવનાર બુટલેગરોને ઝડપવા તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, જીલ્લા મથકમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાયો હોવાની છડેચોક થઇ રહેલ ચર્ચાઓ અને તે અંગે અખબારોના અહેવાલો થકી ધ્યાન દોરાયુ હોવા છતાં સ્થાનીક પોલીસ અને ક્રાઈમ બ્રાંચને ન મળ્યો તે પૈકીનો થોડો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ (વિજિલન્સ)એ શોધી કાઢતા પોલીસબેડામાં ચકચાર જાગી છે. જયારે સ્થાનિક અને જીલ્લાની ચુનંદા બ્રાંચ કયાં કારણોસર વિદેશી દારૂ પકડી શકતી નથી ? તેવા સવાલો લોકોમાં ચર્ચાય રહેલ છે. જાણકારોના મતે જાે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરાવે તો વહીવટદારોની બુટલેગરો સાથે સાંઠગાંઠ અને તગડા વહીવટની ચોંકાવનારી વિગતો ચોકકસ સામે આવશે પરંતુ અહીં સવાલ એ છે કે તગડા વહીવટમાં કોણ કોણ સામેલ છે અને દાળમાં કાળું છે કે આખી દાળ કાળી છે ? તેવા સવાલો લોકો સાથે પોલીસબેડામાં ચર્ચાય રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews