જૂનાગઢ રેન્જનાં નાયબપોલીસ નિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ બી.જી. બડવા તેમજ વાયરલેસ પીેએસઆઈ ડી.એમ.જલુ તથા સ્ટાફે અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન જૂનાગઢમાં શાંતેશ્વરમાં રહેતો પીયુષ ઉર્ફયે પીલો રતિલાલ દેવીપુજક તથા બીલખાનો વિજય મુકેશભાઈ સોલંકી બંને જણા મોટર સાયકલની ચોરીઓ કરે છે અને આ મોટર સાયકલનાં સ્પેરપાર્ટસ અલગ કરી ભંગારમાં વેંચે છે. તેવી બાતમીના આધારે તપાસ કરતાં આ બંને શખ્સો બાતમીનાં સ્થળે મળી આવ્યા હતાં અને મકાનની જડતી લેતા મોટર સાયકલ ખોલી છુટા પાડેલા ત્રણ મોટરસાયકલ સહિતનો મુદામાલ મળી આવેલ હતો. અને કુલ રૂા.પ૯,૯પ૦નો મુદામાલ જપ્ત કરેલ છે. પકડાયેલા આરોપીઓએ પોલીસ પુછપરછમાં બાઈક ચોરી અંગેની કબુલાત આપી હતી. આ બંને શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા વાયરલેસ પીએસઆઈ ડી.એમ.જલુ તથા પો.હે. કોન્સ. વિજયભાઈ બડવા, વિક્રમભાઈ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો.કો. દિપકભાઈ બડવા, ભરતભાઈ સોનારા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ ઓડેદરા, સાહિલભાઈ સમા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદિપભાઈ કનેરીયા, દિનેશભાઈ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews