બિલખા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરનાં મહાપરિનિર્વાણ દિને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા

બિલખા સ્થિત ગૌતમ નગર, ડો.આંબેડકર ભવન ખાતે સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા તા.૬ ડિસેમ્બર, ર૦ર૦નાં રોજ ડો.બાબા સાહેબ આંબેડકરનાં ૬૪ માં મહાપરીનિર્વાણ દિને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ તકે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિવિધ સમાજાે વચ્ચે સામજિક એકતા જળવાઈ રહે તથા ભારતીય સંવિધાનની ગરિમા, આદર્શો જાળવવા અને ડો. બાબાસાહેબ આંબેડકરનાં આદર્શ વિચારોને સદાયે સમર્પિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે ઓબીસી સમાજ અગ્રણી જગુભાઈ વાંક, જીલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રાઠોડભાઇ બોઘરા, લઘુમતી સમાજ અગ્રણી આસીફભાઇ ચૌહાણ, સૌરાષ્ટ્ર દલિત સંગઠનના બાબુભાઈ ચૌહાણ, યુવા અગ્રણી શૈલેષભાઈ માંડાણી, એડવોકેટ નિરજકુમાર મહિડા, પ્રવિણભાઇ ખાવડુ, પ્રકાશ ખાવડુ, વિનોદ ચૌહાણ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા તેમ પરસોત્તમ મહિડાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!