ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૫માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ કર્મચારી સમિતિ, જૂનાગઢ દ્વારા
તા. ૬-૧૨-ર૦૨૦ રોજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ આંબેડકર ભવન, શ્રીનગર સોસાયટી, મધુરમ ખાતે યોજવામાં આવેલ હતો. હાલની કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે તંત્રની માર્ગદર્શિકા તથા મળેલ પરવાનગી મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયેલ હતો. આ તકે સમાજનાં મહાનુભાવોએ એક સાથે મોબાઇલની ફ્લેશ લાઈટ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડો. બાબાસાહેબની ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રોજેક્ટર ઉપર ઉપસ્થિત સૌએ નિહાળી હૃદયાંજલિ આપી હતી. સમિતિની પરંપરા મુજબ ડો. બાબાસાહેબની વિચારધારાને ગામડે ગામડે અને દરેક લોકો સુધી પહોંચાડનાર, સમાજ અગ્રણી અંધશ્રદ્ધા નાબૂદી માટે પ્રયત્ન કરનાર, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગ્રુપ મિટિંગો કરનાર ગોવિંદ બાપા ચાવડાને દ્વિતીય ભીમ રત્ન એવોર્ડ અર્પણ કરીને બહુમાન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમાજના મહાનુભાવો ઉપરાંત અધિકારીઓ શ્રી મિશ્રા(નિયામક, સમાજ કલ્યાણ વિભાગ), આર ડી પરમાર (સમાજ કલ્યાણ અધિકારી), વિમલ ચક્રવર્તી (નાયબ કલેકટર), વિજયભાઈ શ્રોફ( ઈજનેર, પીજીવિસિએલ), વી.કે. કટારિયા (નાયબ ઈજનેર, પીજીવીસીએલ) તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચન મગનભાઈ સોંદરવા, લેખક -કવિ નીલેશભાઈ કાથડ, સમાજ અગ્રણી ચંદુભાઈ ધાંધલ, વનરાજભાઈ ચક્રવર્તી, તથા રવજીભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સમિતિના સંયોજક મધુકાન્ત વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતુ અને આભારવિધિ એમ.સી પરમારે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુસૂચિત જાતિ કર્મચારી સમિતિના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews