માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ઇજાગ્રસ્ત ઘુવડની સારવાર કરાઈ

 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા વાડી વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત ઘુવડ પક્ષીની તરૂણભાઈ નિમાવતને જાણ થતા જ તાત્કાલીક દિવસા જઈ ઇજા પામેલ ઘુવડને લાવી માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાને સોંપવામાં આવેલ હતું. જેની તપાસ કરતા આ પક્ષીને પાંખના ભાગે ઈજા જાેવા મળતા તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે માંગરોળ ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. ઓડેદરાને સોંપવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માંગરોળ સંજીવની નેચર દ્વારા અનેક પક્ષી તેમજ વન્ય પ્રાણી બચાવી સારવાર આપી મુકત કર્યા છે તેમજ વધુ સારવારની જરૂર જણાય તો વનવિભાગને સાંેપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!