કેશોદ : બાપા સીતારામનાં મંદિરની દાનપેટીમાંથી ચોરી કરતા પકડાયા

કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતા નિરંજનભાઈ રસીકભાઈ ભટ (ઉ.વ.૪૧) હિતેશભાઈ હાજાભાઈ ભરડા (રહે.તલોદ્રા ગામ) તેમજ સંજયભાઈ કારાભાઈ વાઢીયા (રહે.કેશોદવાળા) વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પોતાના ઘરની સામે બેઠા હોય ત્યાં સામે આવેલ બાપા સિતારામના લોખંડની જાળી પેક મંદિરમાં આવેલ દાન પેટીમાં આ કામનો આરોપી હિતેશભાઈ દાનપેટી ખોલી તેમાંથી હાથથી રૂપિયા કાઢી પોતાના ખીચ્ચામાં નાંખતો હોય તેમજ સંજયભાઈ કારાભાઈ તેની બાજુમાં ઉભા હોય આ દરમ્યાન ફરીયાદી તથા સાહેદોએ આ બંને આરોપીઓને રૂા.૭૦૦ની ચોરી કરતાં ઝડપી લઈ તેના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!