ઉના નાજીકના આલમપુર ગામથી રાતડ જતા રસ્તે ખનીજ માફીયાઓ માઈનીંગ ચોરી કરતા હોવાનું જાણવા મળતાં ઉનાના આરટીઆઈ એકટીવીસ્ટ, પત્રકાર ધર્મેશ જેઠવા સમાચાર બાબતે ફોટો, વિડીયો લેવા જતાં તેમની સાથે ખનિજ ચોરી કરતા શખ્સે મારપીટ કરી, અપહરણ કરી, મોબાઈલમાં બંદુક તાકી, બળજબરીપૂર્વક બોલાવી વિડીયો ઉતાર્યાની ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ખનીજ ચોરી કરતા માફીયાઓ રાજકીય વગ, પોલીસ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય એફઆઈઆર દાખલ કરવામાં કાવા દાવા કરતા હોવાનું ચર્ચાઈ રહેલ છે. બીજીબાજુ ફરિયાદી ઉપર ખોટી ફરિયાદ ઉભી કરવાની વાતો પણ લોકોમાં થઈ રહી છે ત્યારે ખનીજ ચોરી કરનાર શખ્સો સામે પોલીસે કયારે ગુનો દાખલ કરશે તેવો સવાલ આ પંથકના લોકોમાં ચર્ચાઈ રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews