જામ ખંભાળિયામાં ગત સપ્તાહમાં બનેલા એક યુવાનના નગ્ન હાલતમાં કરવામાં આવેલા ફૂલેકાનો બનાવ સમગ્ર ગુજરાતમાં આગની જેમ ચર્ચામાં રહ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે આરોપી એવા તમામ પાંચ શખ્સોને ઝડપી લઇ અને પાંચ દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા. તેના રિમાન્ડ સોમવારે પૂરા થતા આ તમામને જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે. ખંભાળિયામાં એક યુવાન દ્વારા સોશ્યલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટનો ખાર રાખી ખંભાળિયાના ગઢવી ભારા જાેધા ભોજાણી, કિરીટ જાેધા ભોજાણી, પ્રતાપ જાેધા ભોજાણી, કાના જાેધા ભોજાણી તથા માણસી ભોજાણી પાંચ શખ્સોએ તા.૧ ડીસેમ્બરનાં રોજ આ યુવાનનું અપહરણ કરીને લઇ ગયા બાદ તેને ઢોરમાર મારી અને બે શખ્સો દ્વારા યુવાનને ર્નિવસ્ત્ર કરી અને શહેરના જુદા જુદા માર્ગો ઉપર ફેરવવામાં આવ્યો હતો. આ બનાવના સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે રાજ્યભરમાં તથા ખાસ તો પોલીસ બેડામાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આ બનાવમાં આરોપી એવા ઉપરોક્ત પાંચેય શખ્સોને ઝડપી લઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા તથા એએસપી હિરેન્દ્ર ચૌધરી અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ તપાસનીસ એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા વિવિધ મુદ્દે પાંચ દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તમામને અદાલતમાં રજુ કરાતા નામદાર અદાલતે આ આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં ખંભાળિયાના પી.આઇ. સહિતના પોલીસ અધિકારીઓ- કર્મચારીઓને છાંટા ઉડ્યા હતા અને ટ્રાન્સફર તથા સસ્પેન્શન સહિતના પગલાં પણ લેવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકરણમાં હવે શું થશે ? તે બાબતે પણ લોકોમાં ઇંતેજાર પ્રસરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews