કારપેન્ટર વેલ્ફેર એસોસીએશનની જૂનાગઢ જીલ્લા બ્રાંચ કાર્યરત

કારપેન્ટર વેલ્ફેર એસોસીએશન ગુજરાત એકમના પ્રમુખ શશીભાઈ રાવતની યાદી જણાવે છે કે, કારપેન્ટર વેલ્ફેર એસોસીએશન જૂનાગઢ જીલ્લા – શહેરની બ્રાંચ (મધુરમ) ઠે.હરિકૃષ્ણ કોમ્પ્લેક્ષ ખાતે કાર્યરત થઈ ગયેલ છે. યાદીમાં વિશેષમાં જણાવાયું છે કે, એસોસીએશનનો મુખ્ય હેતુ અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતા સુથારીભાઈઓના હિતોનું રક્ષણ થાય, તેમની સમસ્યાઓની યોગ્ય રજુઆત અને તેનું યથાયોગ્ય નિરાકરણ માટે ચોકકસ નિતીઓ અને વિચારધારા સાથે આ એસોસીએશન કાર્યરત છે.  એસોસીએશનના માધ્યમથી સુથારી કામ કરતા ભાઈઓને મદદરૂપ થઈ શકાય તેવા ઉમદા આશય સાથે સંસ્થા સતત કાર્યશીલ રહેશે. એસોસીએશનમાં સક્રિય સભ્ય તરીકે જાેડાવા માટે સંગઠનમંત્રી વિજયભાઈ જેઠવા મો.૯૯૦૯૮ ૦૦૯૮૬ તથા મીડિયા કન્વીનર ધર્મેશભાઈ શુદ્રા મો.૭૮૭૪૪૯૦પ૧૯ તથા ચેતનભાઈ દેવડીયા મો.નં.૮ર૦૦૧૪૩પ૩ર નો સંપર્ક કરી શકાશે તેમ પ્રમુખ શશીભાઈ રાવતની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!