વડોદરા ડોડીયા ગામના ૩ જવાન આર્મીમાંથી નિવૃત થતાં ગામ લોકોએ તેમનું સન્માન કર્યું

 

દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામના દાનસિંહભાઇ વાળા, મહેશભાઇ ખેર અને માનસિંહભાઇ પરમાર નિવૃત્ત થતા વતન વડોદરા ડોડીયા ગામે આવતાં ગામ લોકો દ્વારા તા.૪-૧૨-૨૦૨૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કિંદરવા ફાટકથી વડોદરા ગામ સુધી સન્માન કરી રસ્તા ઉપરના સૌ કોઇ લોકો તેમને તેમને વધાવ્યા હતા. દેશની સેવા પુરી કરી વતન પરત આવેલા ત્રણેય જવાનોનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!