માણાવદરમાં બંધના એલાનમાં મિશ્ર પ્રત્યાઘાતો સાથે બંધ : છુટાછવાયા ધંધા ચાલુ દેખાયા

0

 

માણાવદરમાં ખેડુત સંગઠનો દ્વારા ભારત, બંધના એલાનમાં શહેરમાં મિશ્ર પ્રત્યાઘાતો સાથે બંધ રહેલા બજારોમાં સિનેમા રોડ, હવેલી પાસેનો વિસ્તાર, કોર્ટવાળી ગલી વિસ્તાર બંધ રહેલ તો ઘણી જગ્યાએ સજજડ બંધ રહેલા તો ઘણી જગ્યાએ છુટી છવાઈ દુકાનો, રેકડીઓનાં ધંધા ચાલુ રહેલા જાેવા મળ્યા હતાં. શહેરમાં બંધ રાખવા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જાહેર બોર્ડ મારી અપીલ કરાઈ હતી. જેમાં કોંગ્રેસે બંધને સફળ ગણાવ્યું હતું. જાેકે ઘણા વેપારીઓ શટર બંધ પરંતુ પાછલા દરવાજેથી માલ વિતરણ ચાલુ હતું તો ઘણા દુકાનો પાસેજ બેસી રહેલા જાેવા મળ્યાં. માણાવદર શહેરનાં રાબેતા મુજબ વહેવાર ચાલુ હતાં બેંક, ઓફિસો અન્ય કચેરીઓના કામકાજ ચાલુ રહયાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!