કૃષિ કાયદાનાં વિરોધમાં છેલ્લા ૧ર દિવસથી સરકાર સામે જંગે ચઢેલા ખેડુતો આજે મંગળવારનાં ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. આ એલાનનાં પગલે આજે ગુજરાતનાં વિવિધ શહેરોમાં બંધની મિશ્ર અસર કે અશંત અસર જાેવા મળી હતી. જયારે જૂનાગઢ શહેરની વાત કરીએ તો આજે જૂનાગઢ શહેરમાં રોજીંદા ટાઈમ મુજબ વેપારીઓ પોતાના વ્યવસાય સંસ્થાનો ઉપર આવી ગયા હતાં. અને ધંધા- રોજગાર શરૂ કરવાની તૈયારી કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેશી તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ અને શહેર કોંગ્રેસ પ્રમુખ જુદા- જુદા વિસ્તારમાં બંધ પાળવા લોકોને અપીલ કરતા હતાં. જૂનાગઢનાં જયશ્રી રોડ, તળાવ દરવાજા, શહીદ સ્મારક, દાણાપીઠ ઝાંઝરડા રોડ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષનાં કાર્યકર્તાઓ બંધ પાળવાની વેપારીઓને અપીલ કરતાં હતાં. અને દુકાનો પણ બંધ પણ થતી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા વેપારીઓને દુકાન ખોલવા સમજાવટ કરવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કિસાનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેની સામે ગુજરાતમાં સંપુર્ણ તકેદારી રાખવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બંધ દરમ્યાન કોઈ એવી જાહેરાત કરી હતી. ખેડુતો કોંગ્રેસ સાથે નથી અને ગુજરાત બંધ નહીં થાય તેમજ કાયદો તોડનાર સામે કડક પગલા ભરવાનો નિર્દેષ આપ્યો હતો. તો બીજી તરફ ગુજરાત રાજયનાં ડીજીપીએ તાત્કાલીક અસરથી ગુજરાતભરમાં કલમ ૧૪૪ ને લાગુ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ કૃષિ બીલનાં વિરોધમાં ભારત બંધનાં એલાનને પગલે જૂનાગઢ શહેરમાં જુદી – જુદી સંસ્થાઓમાં અનિચ્છતા પ્રર્વતી હતી. કોંગ્રેસ દ્વારા બંધની અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવું જણાવવામાં આવેલ હતું. દરેક વેપારી એસોસીએશન પોતાની અનુકુળતા મુજબ આ બાબતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે તેવી જાહેરાત કરી હતી. તો બીજી તરફ બંધને લઈને જૂનાગઢ શહેરમાં અનેક સંસ્થાઓ વચ્ચે અનિચ્છતા જાેવા મળી હતી. એક તકે તો બંધમાં જાેડાવું કે નહીં તેવી અવઢવ પણ પ્રર્વતી હતી. આજે જૂનાગઢ શહેરમાં બંધની મિશ્ર અસરો સાથે અમુક વિસ્તારમાં બંધને કયાંક મિશ્ર, કયાંક સજજડ કયાંતક નહીવત પ્રતિસાદ મળ્યો છે ત્યારે સોરઠ જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અડધુ બંધ અને અડધુ ખુલ્લું જેવી હાલત વચ્ચે બંધને પ્રતિસાદ હતો.
બંધની સાથે – સાથે
ભારત બંધનાં એલાનને પગલે આજે જૂનાગઢ શહેરનાં મોટાભાગના બજારોમાં બંધની મિશ્ર અસર સર્જાઈ હતી.
• જૂનાગઢનાં હાર્દ સમાન કાળવાચોક ખુલ્લો હતો.
• જયશ્રી રોડ, તળાવ દરવાજા, ઝાંઝરડા રોડ, બસ સ્ટેશનની સામે આવેલી દુકાનો બંધ હતી.
• કોંગ્રેસનાં કાર્યકર્તાઓ બંધ પાળવાની અપીલો કરતાં હતાં.
• પોલીસ દ્વારા વેપારીઓને સમજાવી દુકાનો ખોલવામાં આવતી હતી.
• જૂનાગઢમાં બંધની એકંદરે મિશ્ર અસર જાેવા મળી હતી.
• જૂનાગઢ ડેપોની એસટી સેવા શાંતિપુર્ણ રીતે કાર્યરત હતી.
• જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ચાલુ રહયું હતું. અને યાર્ડમાં વેપાર વ્યવહારો ચાલુ રહયા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews