ખંભાળિયામાં યુવાન પાસે પાંચ હજારનાં પંદર હજાર માંગી જીવલેણ હુમલો : સાત શખ્સો સામે ફરિયાદ

0

ખંભાળિયાનામાં રહેતા એક યુવાને અહીંના એક શખ્સ પાસેથી રૂપિયા પાંચ હજાર હાથ ઉછીના લીધા પછી તેના રૂપિયા ૧૫ હજારની માંગણી કરી કુલ સાત શખ્સો દ્વારા લોખંડના પાઇપ તથા ધોકા વડે હુમલો કરાયાની ફરિયાદ અહીંની પોલીસમાં નોંધાઈ છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર નરસિંહ ભુવનની પાછળ રહેતા સાજીદ ઇશાકભાઇ ખીરા નામના ૨૪ વર્ષના સુમરા યુવાનને રોકડ રકમની જરૂરિયાત હોય, તેણે અહીંના નાથા ભીખુભાઈ સોમૈયા નામના શખ્સ પાસેથી રૂપિયા ૫,૦૦૦ આજથી આશરે એકાદ માસ પહેલા હાથ ઉછીના લીધા હતા. તેની સામે આરોપી શખ્સ દ્વારા રૂપિયા ૧૫૦૦૦ આપવાનું જણાવતા ફરિયાદી સાજીદ ખીરાએ ના કહી હતી. તેથી નાથા સોમૈયા સાથે પી.ડી. ગઢવી, રાજુ ગઢવી, રવિ ગઢવી, સાગર ગઢવી, હરિભાઈ ગઢવી અને રામભાઈ ગઢવી નામના સાત શખ્સો પોતાની સાથે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે ઈકો કારમાં ધસી આવ્યા હતા. આરોપી શખ્સોએ સાજીદને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર, ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે સાતેય શખ્સો સામે આઈ.પી. સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), તથા જી. પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ પી.બી. ઝાલાએ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!