બાંટવામાં રહેણાંક મકાનમાં ચાલતી ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો જુગાર દરોડો : રૂા.૧.ર૮ લાખના મુદ્દામાલ સાથે ૭ શખ્સો ઝડપાયા

0

બાટવામાં રહેણાંક મકાનમાં ચાલતી વરલી મટકાની ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડો પાડી જુગાર સંચાલક સહિત ૭ શખ્સોને રૂા. ૧,૨૮,૫૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાસી ગયેલ ૩ શખ્સો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે બાટવા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિવાજી ચોકમાં મહેશગીરી ઉર્ફે લંગડો મનુગિરી બાવાજીનાં રહેણાંક મકાનમાં રતનગીરી મેઘનાથી દ્વારા વરલી મટકા જુગારની ક્લબ ચલાવાતી હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના વિપુલભાઈ ભગવાનજીભાઈની ટીમે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા રતનગીરી મેઘનાથી (બાટવા), લલિત ભાઈ બાબુભાઈ ડુંગરવા( બાટવા), નાજાભાઇ સામતભાઈ કોડીયાતર, કમલેશભાઈ માનસિંહ સેન(માણાવદર), મનસુખભાઈ સામતભાઈ વાઘેલા (ભડુલા), મયુર નરસિંહભાઇ માંડલિયા (બાટવા) ને રૂા. પપ,૦૩૦ની રોકડ, ૩ મોટર સાયકલ, પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. ૧,૨૮,૫૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રેડ દરમ્યાન મકાન માલિક મહેશગીરી ઉર્ફે લંગડો મનુગીરી બાવાજી, નગાભાઈ કરણાભાઈ મોરી તથા અજાણ્યો એક ઈસમ નાસી ગયો હતો. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલે બાટવા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ બાટવા પોલીસ ના હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ પાડેલા દરોડાથી સ્થાનિક કક્ષાએ પોલીસ કર્મીઓ સામે પગલાના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહેલ છે.
દારૂ સાથે બે ઝડપાયા
વરલી મટકાની ચાલતી જુગારની ક્લબમાં ૭ આરોપીઓને ઝડપી લેવા સાથે જ દરોડામાં સ્ટેટ મોનિટરિંગની ટીમે દેશી દારૂ સાથે ૨ ને ઝડપી રૂા.૨૫ હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના એએસઆઈ સંગ્રામસિંહ લખમણભાઇએ બાટવામાં મહેશગીરી ઉર્ફે લંગડોગીરી બાવાજીના મકાનમાં દરોડો પાડતાં વરલી મટકાની જુગારની ક્લબ રમતા ૭ શખ્સો સાથે પરબતભાઈ માંડાભાઇ ગરચર તથા બધાભાઈ લાલાભાઇ મોરી એમ બંને શખ્સોને ૧૦ લીટર દેશી દારૂ, ૯૫૦ની રોકડ, એક મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલ સહિત કુલ રૂા.૨૬,૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે મકાનમાલિકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!