જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર નજીક ફોરવ્હીલ સફેદ કલરની જેને હડફેટે લેતા મૃત્યુ

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામ પાસે એક ફોરવ્હીલ સફેદ કલરની જેને હડફેટે લેતા મૃત્યુ થયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. આ અગે પોલીસે આપેલી વિગત અનુસાર સકકરબાગ રામદેપરા ખાતે રહેતા શબાનાબેન મોહમદ રફીકભાઈ મન્સુરી (ઉ.વ.૪૦) એ એક ફોરવ્હીલ સફેદ કલરની જેન નં.જીજે-૦૩-જેસી- ૮૩૪૪નાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પોતાના હવાલા કબજાની એક ફોરવ્હીલ સફેદ કલરની જેન નં.જીજે-૦૩-જેસી- ૮૩૪૪વાળી પુર ઝડપે અને બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી માનવ જીંદગી જાેખમાઈ એ રીતે ચલાવી ફરીયાદીના ભત્રીજા અબ્દુલ રહીમભાઈ મજીદભાઈ મન્સુરીને હડફેટે લઈ ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!