સરકારના ઇશારે પોલીસે બળપ્રયોગ કર્યો છતાં ખેડૂતો, વેપારીઓ અને વિવિધ સંગઠનોએ બંધને સફળ બનાવ્યો

0

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જે કાળા કાયદા લાવવામાં આવ્યાં એના કારણે આવનારા સમયમાં દેશમાં કંપની રાજ આવશે, અંગ્રેજાેના સમયમાં જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપની આખા દેશના લોકોનું શોષણ કરતી હતી તે રીતે જ આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ દ્વારા આખા દેશના ખેડૂતોનું શોષણ થશે. એમ આ કાળા કાયદાનો વિરોધ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેતી અને ખેડૂતને ખતમ કરી ઉદ્યોગપતિઓને માલામાલ કરવા વાળા કાયદાનો ખુબ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ કાયદાથી આવનારા સમયમાં આપણા તાલુકાઓમાં ચાલતી એ.પી.એમ.સી. માર્કેટની વ્યવસ્થાઓ ખતમ થશે. નાના મોટા વેપાર અને સાથેસાથે એ.પી.એમ.સી. ના માધ્યમથી રોજગાર મેળવતા અનેક મજુરોને પણ ખુબ મોટુ નુકસાન થશે.સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મીંગના કારણે જે ખેડૂત પોતાના જમીનનો માલીક છે એ ખેડૂત માલીક બનીને પોતાની જમીનમાં મજુર બને તેવા દિવસો આવવાના છે. આવનારા સમયમાં સંગ્રહખોરી થશે, નફાખોરી થશે, કાળાબજારી થશે અને ખેડૂતોની નુકસાનની સાથે સાથે જે ગ્રાહકો છે એમને પણ ખુબ મોટુ નુકસાન થવાનુ છે. આ વાતને લઈ લાંબા સમયથી આખા દેશના ખેડૂતો વિરોધો કરી રહ્યાં છે તેમ છતાં ઉદ્યોગપતિઓની વકીલાત કરનારી સરકાર આજદિન સુધી આ ખેડૂતોની વાત સાંભળતી નથી.કોંગ્રેસપક્ષે હંમેશા કાળા કાયદાનો પહેલા દિવસથી વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ આ કાળા કાયદા પાછા લેવા માટે આંદોલનો – ધરણાં – ઉપવાસ પણ કર્યાં છે. જે વાતને લઈ આજે ખેડૂત સંગઠનો દ્વારા આપવામાં આવેલ ગુજરાત બંધના એલાનને કોંગ્રેસપક્ષે સમર્થન કર્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગઈકાલ રાતથી જ આ આંદોલનના ભયથી ડરી ગયેલી સરકાર અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી રાજ્યની ભાજપા અને મુખ્યમંત્રીએ પોલીસ અને પ્રશાસનનો ડર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલ રાતથી દરેક એ.પી.એમ.સી.એ આ બંધને સમર્થન જાહેર કર્યું હતું,બંધ રાખવા માટેની નોટીસો જાહેર કરી હતી, એ લોકોને ફરી પાછા એ.પી.એમ.સી. ચાલુ કરાવવા દબાણ કરવામાં આવ્યા હતા. અનેક કાર્યકરોને અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓની રાત્રે જ તેમના ઘરોમાં નજર કેદ કરવામાં આવ્યાં હતાં.આજે સવારથી પોલીસ દ્વારા અનેક જગ્યાએ દબાણ ઉભુ કરી, દમન કરી બંધ કઈ રીતે સફળ ના થાય તેવા પુરા પ્રયત્ન કરવામાં આવ્યાં હતાં,તેમ છતાં પણ અનેક જગ્યાએ એ.પી.એમ.સી. ના સંચાલકોએ સરકારના દબાણ વશ અમે બંધને સમર્થન નથી કરતા એવી જાહેરાતો કરતા છતાં પણ ખેડૂતોએ સ્વયંભૂ માર્કેટમાં આવવાનું ટાળ્યું હતું.તો અનેક એ.પી.એમ.સી.એ સ્વયંભૂ રીતે જ બંધ પાળ્યો છે. રીક્ષા ચાલક સંગઠન, વહેપારી મંડળ સંગઠન, ખેડૂત સંગઠન તે તમામ લોકો પણ આજે બંધમાં જાેડાયા હતા. એ જાેતાં બંધને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ભાજપાની દંડ-દંડાની રાજનિતિ સામે જનતા અને ખેડૂત સમાજે ભારે આક્રોશ વ્યક્ત કર્યો. ઠેર ઠેર ચક્કાજામ થયા, સરકારના ઈશારે પોલીસતંત્રે બળપ્રયોગ કર્યો પણ, તેમ છતાં કોંગ્રેસપક્ષના કાર્યકરો – આગેવાનો – ધારાસભ્યોએ સંયમ રાખીને બંધને સફળ બનાવવા કરેલી મહેનત અભિનંદનને પાત્ર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!