તાલાલામાં અવિરત હળવા આંચકાઃ વધુ ૩ વખત ધરા ધ્રુજી

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીર પંથકમાં સોમવાર મોડી રાત્રીથી શરૂ થયેલા ભૂકંપના આંચકા અવિરત આવી રહ્યા છે. ગઇકાલ મોડી રાત્રીથી સવાર સુધીમાં ભૂકંપના વધુ ૩ આંચકા અનુભવાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે મંગળવારે રાત્રીના ૧ઃ૦૪ વાગ્યે તાલાલાથી ૧૧ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ ૧.૯ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત આજે સવારે ૬ઃ૧પ વાગ્યે તાલાલા ગીરમાં એક સમયે ર ભૂકંપના આંચકા આવ્યા હતા. જેની તિવ્રતા ૧.૭ અને ૧.૪ ની હતી આ બંન્ને આંચકા તાલાલાથી અનુક્રમે ૧૧ અને ૧૩ કિ.મી. દુર દક્ષિણ દિશા બાજુ હતા.આ ઉપરાંત કચ્છના ભચાઉથી ૧૯ કિ.મી. દુર પૂર્વ દિશા તરફ આજે સવારે ૪ઃ૦૧ વાગ્યે ૧.પ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અવિરત ભૂકંપના આંચકા આવતા તાલાલા ગીર પંથકમાં લોકોમાં ભય ફેલાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!