સ્પેનના એક શહેર બાર્સિલોના પ્રાણી સંગ્રહાલયમાં ચાર સિંહના શરીરમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. પશુ ચિકિત્સક અધિકારીઓએ મંગળવારના રોજ આ પ્રકારની જાણકારી આપતા કહ્યુ હતું કે, મોટી બિલાડીઓમાં કોરોના સંક્રમણ ફેલાયા બાદ આ બીજી મોટી ઘટના છે. આ ચાર સિંહમાં ત્રણ સિંહણ છે, જેમના નામ જાલ, નિમા અને રન છે, જયારે એક સિંહનં કિમ્બે છે. આ ચારેય સિંહમાં નરની ઉંમર ચાર વર્ષ અને સિંહણની ઉંમર ૧૬ વર્ષની છે. તેમની સારસંભાળ રાખતા લોકો દ્વારા તેમનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ચારેય સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે. હજૂ ગત મહિને જ આ પ્રાણી સંગ્રહાલયના બે કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. ત્યારે હવે ઝૂના કર્મચારીઓ એ શોધવામાં લાગ્યા છે. આખરે આ સિંહમાં કઈ રીતે સંક્રમણ ફેલાયું.
સિંહની દેખરેખ રાખતા લોકોએએ રીતે જ ટેસ્ટ કર્યો હતો. જે રીતે માણસોના ટેસ્ટ થાય છે. બાર્સિલેનાના પશુ ચિકિત્સક સેવાએ ન્યૂયોર્કના બ્રોનકસ પ્રાણી સંગ્રહાલયમાં પોતાના સહયોગીઓનો સંપર્ક કર્યો અને કહ્યુ કે, એપ્રિલમા ચાર વાઘ અને ત્રણ સિંહ કોરોના પોઝિટીવ આવ્યા છે. સ્પેન ઉપરાંત બ્રોનકસ પ્રાણી સંગ્રહાલયમાં જ મોટી સંખ્યામાં બિલાડીઓને કોરોના થયો હતો. જાે કે, તેમની પાસે સિંહની સારવાર માટેનો સારો એવો અનુભવ હોવાના કારણે બાદમાં સિંહ કોરોના મુકત થયા હતા. બાદમાં તમામ સિંહ સ્વસ્થ થઈ ગયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews